સાથી શોધ

લૂકિંગ ફોર
લિંગ
ઉમર  થી   સુધી
જ્ઞાતિ
અભ્પાસ
સ્ટેટસ
શારીરિક બાધો
ઊચાઇ   સે.મી.
વજન   કે.જી.
ખોરાક અને વ્યસન
ખોરાક
ધૂમ્રપાન?
ડ્રિંક?
રહેણાક
શહેર
રાજ્ય
દેશ

વૈવાહિક

લોગિન

વર-કન્યા ઈ-મેઇલ
પાસવર્ડ
 

પ્રિય જ્ઞાતી મિત્રો,

              દેશની સામાજિક સંસ્‍કૃતિ અને કુટુંબ વ્‍યવસ્‍થાએ આદિકાળથી સંસ્‍કાર-રોપન ગુણ સિંચનનું કાર્ય કરેલ છે. પરંતુ બદલાઇ રહેલ પરિસ્‍થિતિઓની નકારાત્‍મક અસરોમાં સમાજને  ‘‘પરગણા‘‘ નો રોગ લાગી રહયો છે.

   હાલમાં આપણા સમાજમાં ‘સમાજને એકત્રિત કરવા એક સમાજ બનાવવા‘ માટેનો એક મુદૃો ઉઠાવવામાં આવ્‍યો છે. જેના માટે આપણા વિખરાતા સમાજમાં જયારે લગ્‍ન યોગ્‍ય પાત્ર મેળવવાની એક સમસ્‍યા વિકરાળરુપ ધારણ કરી રહી છે. ત્‍યારે તપાસ કરતા જણાયું કે જે-તે યુવક / યુવતિને પોતાને યોગ્‍ય પસંદગીનું પાત્ર મળે ત્‍યારે ગોળ-પરગણાના જુદા જુદા રીતી રીવાજો અડચણ – રુપ બને છે. અને કુટુંજનો / સબંધીઓ પ્રત્‍યક્ષ કે પરોક્ષ ‘દબાણ‘ હેઠળ આવા માગા જતા કરવા પડે છે. અને કમને અન્‍ય રીતે પસંદગીના ધોરણો સાથે મેળ મનાવી જીવન માંડવું પડે છે.

       આપણા વિવિધ પેટા જાતિ અને પરગણાના સમુદાયોની ઓળખ આપીને અકારણ આપણી એકતામાં અવરોધક પરિબળ ઉભુ કરીએ છીએ. બાબા સાહેબ આંબેડકરએ તેમના જીવન સંઘર્ષમાં આ તમામ પેટા જાતિ સમુહોની સમાન અવદશા નિહાળીને તમામને સંવિધાન થકી સર્વાગી વિકાસના ધ્‍વાર ઉઘાડી નાખ્‍યા છે. સહુ એક બીજાથી પરિચીત પામે, પરસ્‍પર સહયોગી બને અને સમય જતા સહુ એકતાના તાણા વાણાથી સંગઠીત થવા પામે.

       વૈશ્ર્વીકરણની હવામાં બદલતા સમયની સાથે સામાજીક વ્‍યવસ્‍થામાં વ્‍યાપક પરિવર્તન આવેલ છે. સમાન વિચાર સરણીથી રહેવું વગેરે પરીબળો આ સામાજિક પરિવર્તનમાં મહત્‍વનો ભાગ ભજવી રહયાં છે. એક તરફ વિખરાતા જતા આપણા સમાજમાં  એક-બીજાથી દુર જઇ રહેલ જ્ઞાતિમિત્રોને સંતાનો માટે સમાજમાંથી જ પસંદગીનું લગ્‍ન પાત્ર નહિં મળવાની પરિસ્‍થિતિ ગંભીરરુપ લઇ રહેલ છે. આ વિકસતી જતી પરિસ્‍થિતિમાંથી આપણે સમજદારોએ એવું કરવું જોઇએ સમાજના વિવાહિત યુવક/યુવતિઓ સાથે સમાજના વડિલો એકગ્રૃપ જેવું બનાવી જ્ઞાતિવાદ, પરગણાવાદ ભુલી જઇને આપણે આપણા  સમાજમાં પ્રેરણાદાયી વ્‍યવસ્‍થા વિચારવી જરુરી છે. જેથી આ પ્રકારની સામાજીક સમસ્‍યાઓને નાથી શકાય.

             વર્ણવ્યવસ્થા મુજબની અન્ય વર્ગોની પેટાજાતિના સમુદાયો દા.ત પાટીદાર સમાજ,માલધારી સમાજ,બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ,જૈન સમાજ વગેરે વગેરે સામાજિક રીતે એકત્રિત થઇ પ્રગતિના કરી રહેલ હોય....તો આપણે શું ગોળ,પરગણા,જ્ઞાતિ,પેટાજ્ઞાતિ ને તિલાંજલી આપ અનુસુચિતજાતિ ની 36 જાતિઓ ને અનુસુચિતજાતિ સમાજમાં ન જોડી શકીએ?       

     તો આપણે શું આપણા ગોળ-પરગણાને કોઇ એક સમુદાયમાં જોડે ન લાવી શકીએ ? શું આપણો સમાજ આ રીતે એકત્રિત કરવા ન વિચારી શકીએ?

             આપણે આ વિષયની તાતી જરુરીયાત છે.